પોલીયો વાયરસ બાળકોમાં ફરી પ્રવેશ ન કરે તે માટે પોલીયો અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત મોરબી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૦ થી ૫ વર્ષના કુલ 132410 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જિલ્લામાં કુલ 616 પોલિયો બુથ ઊભા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે કેટલાક દેશોમાં પોલીયો નાબુદ નથી થયો તેથી ફેલાવાની શક્યતા છે ત્યારે આ અભિયાનને સફળ બનાવવા તમામ વાલીઓ આજે પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસીના બે ટીપાં પીવડાવવા phc રાજપર મેડીકલ ઓફિસર.ડિ.વિ બાવરવા તેમજ આયુષ્ય મેડિકલ ઓફિસર.જે રામાવત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.