Wednesday, April 24, 2024
HomeGujaratચા બનાવતી વેળાએ દાઝી ગયેલ યુવાન સહિત મોરબી જિલ્લામાં ચાર વ્યક્તિ મોતને...

ચા બનાવતી વેળાએ દાઝી ગયેલ યુવાન સહિત મોરબી જિલ્લામાં ચાર વ્યક્તિ મોતને ભેટ્યા

મોરબી જિલ્લામાં આજે વધુ ચાર અપમૃત્યુના કિસ્સાઓ જુદા જુદા પોલિસ મથકમાં નોંધાયા છે જેમાં ચા બનાવતી વેળાએ દાઝી ગયેલા યુવાન અને કારખાનામાં કામ કરતી વેળાએ અકસ્માતે માથા પર કન્વે પડતા યુવાન સહિત ચાર વ્યક્તિ મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાયેલ અપમૃત્યુની વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર નજીક યુ.વી ટાઇલ્સ પ્રાઇવેટ લીમીટેડ કારખાનામાં રહેતા પ્રદિપભાઇ રુદ્રધરભાઇ દુબે નામનો 19 વર્ષીય યુવાન કારખાનામા કામ કરતા હતા હતો આ દરમિયાન અકસ્માતે કન્વે માથાના ઉપર પડતા તેને ગંભીર ઇજા થવા પામી હતી જેમાં પગલે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યા હતા આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.

વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ અપમૃત્યુના કેસની વિગત અનુસાર વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૯માં રહેતા તરુણભાઇ મનસુખભાઇ ધામેલીયા નામનો ૨૭ વર્ષીય યુવાન ઘણા સમયથી માનસીક બીમારી ભોગવતો હોવાથી તેની દવા ચાલુ હતી આ બાબતે તે સતત ટેન્સનમા રહેતો હોય જેથી અંતે કંટાળી જઈ પોતે પોતાના ઘરમા ઉપરના માળે રૂમમાં પંખા સાથે ઓસાડ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું આ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અપમૃત્યુના વધુ એક કેસમાં માળીયા મિયાણાં તાલુકાના ચાંચાવદરડા ગામે બનતા નાયરા કંપનીના પેટ્રોલ પંપના કામમાં લાલસિંહ સરદારસિંહ ઝાલા (ઉ.વ- ૩૭) છાપરામા લોખંડના પતરામા ઇલેક્ટ્રીક ડ્રીલ થી કામ કરી રહ્યા હતા આ દરમિયાન તેને એકાએક જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે માળીયા પોલીસને જાણ કરાતા પોલીસે અમોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત હળવદ તાલુકાના મયયુરનગર ખાતે રહેતા કાળુભાઇ જહાભાઇ કલોત્રા ઉ.વ-૪૦ પોતાના ઘરે સવારે ચા બનાવી રહ્યા હતા જે વેળાએ દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા દશ થી બાર દિવસની સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!