વાંકાનેર તાલુકાના ધમલપર – ૨ ખાતે આવેલ જોગજતી હનુમાનજીની ગુફાની જગ્યા ખાતે ગુરુ તેજ પ્રકાશ દિપક, શ્રી ૧૦૦૮ ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુની ૩૬ મી પુણ્યતિથિ નિમિતે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ૧૦૦૮ ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુની ૩૬ મી પુણ્યતિથિ નિમિતે આગામી તા. 4 ને શુક્રવારના રોજ સવારે ૮ વાગ્યે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાશે જે યજ્ઞનું સાંજે ચાર વાગ્યે બીડું હોમશે. ત્યારબાદ સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને રાત્રે દસ વાગ્યાથી સંતવાણી નો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે દલસુખભાઈ પ્રજાપતિ અને અરજણ ભાઈ મોરવાડિયા તથા ભાવેશ પટેલ સહિતના ભજનિકો પોતાના મધુર સ્વરે ઈશ્વર અને ગુરુગણના ગુણગાન ગાશે. આ અવસરે પધારવા જોગજતી ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.