મોરબીમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો દ્વારા કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો તે અંગે ચૂંટણી પંચ ને ફરિયાદ કરવા ચૂંટણી પંચ દ્વારા CVigil નામની એપ્લીકેશન સુવિધા આપવામાં આવેલ છે.
C-Vigil (ઓનલાઇન ચૂંટણી સંબંઘી ફરિયાદ) એપ્લીકેશન પ્લે-સ્ટોર માંથી અથવા cvigil.eci.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે, જો કોઇ ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો CVigil દ્વારા જિલ્લા ચૂંટણી અઘિકારીશ્રી, મોરબીને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. જાહેર જનતાને જો કોઇ ચૂંટણી સંબંધી ફરીયાદ હોય તો તે CVigil એપ્લીકેશનનો ઉપયોગ કરવા મોરબી જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી જે.બી.પટેલની યાદીમાં જણાવાયું છે.