મોરબીમાં રખડતા ઢોર ના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જો કે પાલિકાએ આ માટે દસ દિવસ પૂર્વે એકશન પ્લાન તૈયાર કર્યો છે જેને લાગુ કરી માલિકીના ઢોર માટે માર્ક કરવામાં આવશે જો ઢોર રખડતા જોવા મળશે તો દંડ આપવામાં આવશે.
મોરબીમાં રખડતા ઢોરની રંજાડ વધી ગઈ છે ત્યારે મોરબી મિરર દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલ પર મહોર લાગી છે અને મોરબી નગરપાલિકા ચીફ ઓફીસર ગિરીશ સરૈયા દ્વારા દસ દિવસ પૂર્વે બનાવેલા એકશન પ્લાનને અમલમાં લાવવા કાવાયત શરૂ કરી દીધી છે અને રખડતા ઢોર ને પકડવા તેમજ માલિકીના ઢોરને માર્ક કરવા ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જો કોઈ માલિકીના ઢોર રખડતા નજરે પડશે કે પકડાશે તો આ નિયમ ભંગ કરનાર ઢોર મલિક પાસેથી ૧૦૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે અને બીજી વખત જો એ જ માલિકના ઢોર પકડાશે તો ૩૦૦૦ તેમજ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવાનું ફરમાન મોરબી નગરપાલિકા દ્વારા જાહેર કરાયુ છે ત્યારે મોરબી મિરર દ્વારા રખડતા ઢોરથી થતી મુશ્કેલીઓ પર વિશેષ અહેવાલ પ્રસારિત કર્યો હતો જે ની અસર જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે મોરબીમાં માલિકીના ઢોર વધુ રખડે છે ત્યારે માલિકીના તમામ ઢોરનું માર્ક કરવામાં આવશે જેને મોરબી નગરપાલિકા રૂમ ન.૦૮ માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારે જો માલિકીના ઢોરના લીધે કોઈ જાન માલનું નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકની રહેશે અને સાથે જ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી મોરબી નગરપાલિકા દ્વારા સૂચનાઓ જાહેર કરી માલિકોને તેના ઢોરને રઝળતા ન મુકવા પણ પાલિકાએ સૂચનાઓ આપી છે.