મોરબી સીરામીક એકમોનો માલ બીલ વગર જ મોકલાતો હોવાની ફરિયાદો વચ્ચે જીએસટી મોબાઇલ સ્કવોર્ડ મોરબી અને રાજકોટ જિલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળેલા ટ્રકોનું સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં ૨૧ જેટલા વાહનો બિલ સહિતના દસ્તાવેજો વગર પકડાયા હતા. આથી, રૂ. ૪૯ લાખની જીએસટી ચોરી પકડાઈ હોવાનું બહાર આવ્યું છે.
મોરબી જિલ્લામાં જીએસટી ચેકીંગમાં રૂ. ૪૯ લાખની કરચોરી ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં આશરે રૂ. ૩૦૦ કરોડનું સીંગદાણા બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે રાજકોટ મોરબી જિલ્લાના હાઇવે પર જીએસટી મોબાઈલ સ્ક્વોડે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું અને હાઇવે પર સિરામિક, મશીનરી પાર્ટ્સ, સ્ક્રેપ, લોખંડ સહિતના ટ્રકોને રોકી તાપસ હાથ ધરી હતી. જેમાં ૨૧ જેટલા વાહનો બિલ સહિતના દસ્તાવેજો વગર ઝડપાયા હતા.