મોરબી તાલુકા ના બગથળા ગામે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરી ને લોકો ની ગુનાખોરી ને લગતી સમસ્યાઓ જાણવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા લોકોની વચ્ચે પહોચી લોકોની સમસ્યા ઓ સાંભળવામાં આવી હતી.શહેર થી દુર ગામડામાં લોકોને પડતી મુશેક્લીઓ જાણી અને તેનું નિરાકરણ લાવવા પ્રજાજનો સાથે મળીને પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને શક્ય તેટલી સમસ્યા નું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ અન્ય ગુનાઓ જેમ કે ધરફોડ, ચોરી, બેટરી ચોરી અને શિકારીઓના ત્રાસ સહિતના પ્રશ્નોની લોક દરબારમાં ચર્ચા કરવામાં આવી હતી અને અમુક કાયદા વિષયક માહિતી આપી લોકો ને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુમાં આગામી દિવસોમાં હોળીનો તહેવાર નજીક હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોય છે એવામાં ગ્રામજનોને એલર્ટ રહેવા અને શંકાસ્પદ લોકોની પોલીસને જાણ કરવા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ લોક દરબાર માં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ,એએસપી અતુલ બંસલ ,પીઆઇ વિરલ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તથા બગથળા ગ્રામ પંચાયત સરપંચ તથા આજુબાજુના ગામના સરપંચ હાજર રહ્યા હતા.