Friday, January 17, 2025
HomeGujaratમોરબી, માળીયા પંથકમાં ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઇ

મોરબી, માળીયા પંથકમાં ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઇ

મોરબી જિલ્લામાં પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએ રેઇડ પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી આ દરમીયાન બે આરોપીઓ ઝડપાયા હતા જ્યારે ચાર આરોપીઓ નાશી છૂટવામાં સફળ રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણાં તાલુકાના આકડીયા વાંઢ નજીક રેલ્વે ફાટક પાસેના ખરાબામા આવેલ બાવળની કાંટમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન દારુ બનાવવાનો આથો લીટર-૧૫ કિ.રૂ.૩૦ તથા ઠંડા આથાનું એક બેરેલ, આથો લીટર ૫૦ ની કિ.રૂ.૧૦૦ દેશી દારૂનું એક કેરબા સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૨૭૦ ના મુદામાલ ઝડપાયો હતો.આ દરમિયાન આરોપી હૈદરભાઇ કાદરભાઇ સામતાણી (રે.માળીયા આકડીયા વાંઢ) હાજર ન મળતા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જ્યારે મોરબી તાલુકા પોલીસે પંચાસરગામથી થોરાળા જતાં રસ્તા ઉ૫ર પાટીસીમમાં રહેતા આરોપી દિલીપસિંહ કેશુભા ઝાલાની વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. જેને પગલે પોલીસે ગરમ આથો લીટર-૫૦ કિ.રૂ.૧૦૦, ઠંડો આથો લીટર ૧૧૧૦ કિ.રૂ.૨૨૨૦, ભઠ્ઠીના સાધનો, દેશી દારૂ આશરે લીટર-૩૫ કિ.રૂ.૭૦૦ સહિતનો મુદામાલ ઝડપાયો હતો જેને લઈને પોલીસે 40 હજારની કિંમતની બે બાઈક
એક મોબાઈલ મળી કિ.રૂ.૪૮,૧૨૦/- ના મુદામાલ જપ્ત કર્યો હતો.આ રેઇડ દરમિયાન આરોપી દિલીપસિંહ કેશુભા ઝાલા અને બે અજાણ્યા માણસો નાશી છૂટતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસે કેરાળા ગામેં આવેલ વોંકળામાં રેઇડ પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. દરોડા દરમિયાન ગરમ આથો લીટર-૧૫ તથા ભઠ્ઠીના સાધનો, ૫૦ દેશીદારૂ કોથળી લીટર-૨૫ સહિત કુલ રૂ.૨૧૦૦ ના મુદામાલ સાથે આરોપી શક્તિસિંહ જુવાનસિંહ ઝાલા અને વિનોદભાઇ મુળજીભાઇ સોલંકીને ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!