Thursday, December 26, 2024
HomeGujaratહળવદ સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગિજીવન કથા પારાયણનું આયોજન કરાયું

હળવદ સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગિજીવન કથા પારાયણનું આયોજન કરાયું

હળવદ માં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું) રવા. નગર સરા ચોકડી હળવદનો ૧૫ વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા અને ચરિત્રો થી ભરપુર ગ્રથરાજ શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ અને સત્સંગ સભા સપ્ત દિવસીય નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ સ્વામીનારાયણ મંદિર નવું હળવદ ના ૧૫ માં વાર્ષિક પાટોત્સવ મહોત્સવ તા. ૨૧.૩ થી તા.૨૭.૩ સુધી યોજાશે જેમાં શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ માં ધન્શયામ જન્મોત્સવ, ડ્રાયફ્રુટ નો અભિષેક ગાદીપટ્ટા અભિષેક,રાજોપચાર પુજા. ભવ્ય રાસોત્સવ, હીડોળા ઉત્સવ,.આ વાર્ષિક પાટોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પોથી યાત્રા, ઘનશ્યામ બાલ-બાલિકા મંચ, શ્રીહરિ પ્રાગટ્યોતસ્વ અને પાટોત્સવ કાર્યક્રમ યોજાસે. આ કથાના મુખ્ય યજમાન તરીકે અમરશીભાઈ પ્રભુભાઈ ધારીયા પરમાર હસ્તે ગં.સ્વ રતનબેન અમરશીભાઈ ધારીયા પરમાર પરિવાર રહેશે. આ કથાના વક્તા દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી ચરાડવા અને વ્રજ વલ્લભદાસજી સ્વામી મુળીધામ, કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમના પ્રેરક શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી. સ્વામિનારાયણ મંદિર નવું હળવદ વાળા. આ મહોત્સવમાં ધામોધામથી સંતો મહંતો સાંખ્યયોગી માતાઓ પધારી આશીર્વચન આપશે તો દરેક સત્સંગી બંધુઓ તેમજ ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. આ મહોત્સવમાં અનેક રાજકીય મહાનુભવો આગેવાનો ઉપસ્થિત રહેશે.

આપ મહોત્સવને સફળ બનાવવા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી શિષ્ય મંડળ તથા સત્સંગી મંડળ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!