મોરબી જિલ્લામાં છેલા ચોવીસ કલાકમાં અકસ્માતની બે ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક કાર અને એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે
ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત અંગેની જાણવા મળતી વિગત અનુસાર માળીયા હળવદ નેશનલ હાઈવે પર આવેલ વાધરવા નજીકની બાગબાન હોટેલ સામેં કાર ડીવાયદાર ઓળંગી આઈસર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટો કાર નં- GJ-12-CP-0415ના ચાલકે પુર પાટ વેગે કાર ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રોડ વચ્ચે આવેલ ડીવાઈડર ઓળંગી સામેની સાઇડમાં આવતાં આઈસર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં સાહેદ અનિરૂધસિંહ અને રૂપલબાને શરીરે નાની મોટી સામાન્ય ઈજાઓ તથા અરૂણાબાને ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી જે અંગે બહાદુરસિંહ મહિપતસિંહ જાડેજાએ અલ્ટો કારનંબર-GJ-12-CP-0415ના ચાલક હરદેવસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે-ઓધવનગર ભુજ કચ્છ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વધુ એક અકસ્માતની ઘટના વાંકાનેર મોરબી હાઇવે પરના મકનસર ગામ નજીકના ક્રષ્ન વિજય નળીયાના કારખાના સામે પ્રકાસમાં આવી છે જેમાં સ્પ્લેન્ડર મો.સા. રજી નં. GJ-36-M-8886ના ચાલક એજાજભાઇ અબ્દુલભાઇ હાલા (ઉ.વ.૨૩ રહે. પંચાસર ગામ તા.વાંકાનેર જી.મોરબી)એ બેફામ સ્પીડે બાઈક ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડિવાઇડરની વચ્ચે આવેલ લોખંડની ઇંગલ સાથે યુવાન ભટકાતા તેને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચી હતી જેમાં તેનું મોત નિપજ્યું હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેર થયું છે.