Saturday, January 18, 2025
HomeGujaratદિલ્હી ખાતે નીતિન ગડકરીની મુલાકાત કરતા અજંતા- ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ અને...

દિલ્હી ખાતે નીતિન ગડકરીની મુલાકાત કરતા અજંતા- ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ અને સાંસદ મોહનભાઈ કુંડારીયા

અજંતા- ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયસુખભાઇ અને સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ દિલ્હી ખાતે નીતિનભાઈ ગડકરી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિનભાઈ ગડકરી સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, જમીન સંપાદન તેમજ રણ સરોવર ઉપર સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે વિશાળ બિઝનેસ એમ્પાયર અને હજારો લોકોને રોજગારી આપવાની સાથે સાથે જળસંચયના કાર્યો પર પણ જયસુખભાઇ સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.આવનારા દાયકાઓમાં પાણીની સમસ્યા અને સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પાણીથી તરબોળ રહે તેમજ કચ્છમાં હરિયાળી ક્રાંતિ થાય અને આવનારી પેઢીઓની સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવા લોક કલ્યાણકારી ઉદ્દેશથી રણ સરોવર યોજના પર સરકાર સાથે મળીને ઊંડાણપૂર્વક અભ્યાસ ચર્ચાઓ અને મીટીંગો કરી રહ્યા છે જે સવિશેષ પ્રશંસનીય અને સરાહનીય છે.

વધુમાં તા. 4-4-2022 ના રોજ દિલ્હી ખાતે રાજ્ય સભામાં કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય શક્તિસિંહ ગોહિલે જળ શક્તિ મંત્રાલય પાસેથી રણ સરોવર યોજના પર પ્રોગ્રેસ રિપોર્ટ માંગેલ હતો જેના પ્રત્યુત્તરમાં જલશક્તિ મિનિસ્ટ્રીના રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રણ સરોવર યોજના પર ગુજરાત સરકાર દ્વારા યોગ્ય રીતે તબક્કાવાર અભ્યાસ અને આંકલનની પ્રક્રિયા ચાલુ હોય અને ગુજરાત સરકાર અને જળ શક્તિ મંત્રાલય બંને આ યોજના પર અભ્યાસ કરી રહી હોવાનું જણાવેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!