Thursday, January 16, 2025
HomeGujaratદિલ્હી ખાતે આઇકોનિક સપ્તાહ સમારોહમા હાજરી આપતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

દિલ્હી ખાતે આઇકોનિક સપ્તાહ સમારોહમા હાજરી આપતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

દિલ્હી ખાતે આજે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઇકોનિક સપ્તાહ સમારોહ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે જેના અનુસંધાને યોજાયેલ કોન્ફરન્સમાં મોરબીના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હાજરી આપી હતી.

- Advertisement -
- Advertisement -

ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા .૧૧ એપ્રિલથી ૧૭ મી એપ્રિલ -૨૦૨૨ સુધીના સપ્તાહને આઇકોનિક સપ્તાહ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. જેના અનુસંધાને સમગ્ર સપ્તાહ દરમ્યાન વિવિધ થીમ પર તારીખ / વાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે . વિવિધ વર્કશોપ અને કોન્ફરન્સ યોજાશે. જેમાં જિલ્લા / તાલુકા / ગ્રામ્ય કક્ષાએથી ચૂંટાયેલા પદાધિકારીઓને આઇકોનિક સપ્તાહમાં ભાગ લેવા જણાવવામાં આવેલ છે. તેના ઉપલક્ષયમાં આજે તા.૧૧ એપ્રિલના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે યોજાનાર પંચાયતી રાજના મંત્રીઓની આ પરિષદમાં ગુજરાત રાજયના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.વધુમાં આ સંમેલનને ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ ખુલ્લુ મૂક્યું હતું. આ સંમેલનમાં સમગ્ર ભારતના વિવિધ રાજયોના પંચાયત મંત્રીઓ ઉપરાંત પંચાયત અધિકારીઓ હાજરી આપશે. અને ગુજરાતમાંથી પ્રથમ દિવસે ૧૦૦ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!