Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં રીસામણે આવેલ બહેનના સમાધાન અર્થે ગયેલ ભાઈ સહિત બે પર હીંચકારો...

મોરબીમાં રીસામણે આવેલ બહેનના સમાધાન અર્થે ગયેલ ભાઈ સહિત બે પર હીંચકારો હુમલો

મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા યુવાનની બેન રિસામણે આવી હોવાથી સમાધાનની અર્થે ગયેલા
યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર પટુભાઇ શાંતિલાલભાઇ કડેવાર નામના ૨૩ વર્ષીય યુવાનની બહેન બહેન છેલ્લા બે દિવસથી રિસામણે આવી હતી જેથી આ બાબતના સમાધાનની વાતચીત કરવા માટે પટુભાઇ ગયા હતા આ દરમિયાન સમાધાનની વાતચીત વેળાએ વાત વણસી જતા આરોપી ભુપત નાગજીભાઇ વાણી વિલાસ કરવા લાગ્યો હતો જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા આરોપી પપી નાગજીભાઇએ નેફામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો.અને સાહેદને ડાબા પગની જાંધના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દિધા હતા જેને લઈને બન્નેને ગંભીર ઇજા થવા પામી હતી આ ઉપરાંત આરોપી કમલેશ બાબુભાઇ કુંઢીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પટુભાઇ કડેવારે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!