મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આયોજિત રામકથામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુલ હાજરી આપી લોકાર્પણ કર્યું હતું. હનુમાન જયંતિના પાવન પર્વ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટની પ્રતિમાનું લોકાર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાને મોરબીની મચ્છુ હોનારત વખતે સામાન્ય સ્વયં સેવકના નાતે લોકો વચ્ચે રહી મોરબીવાસીઓની સેવાનો મોકો મળ્યો તેને યાદ કરી આફતને અવસરમાં બદલની મોરબીની તાકાત હોવાનું કહ્યું હતું અને વધુમાં વડાપ્રધાન મોદીએ કેશવાનંદ બાપુને પણ યાદ કર્યા હતા.
વિકાસની હરણફાળ ભરતા મોરબી વિશે તેઓએ જણાવ્યું હતું કે અગાઉના સમયમાં મોરબીમાં ઇટોના ભઠ્ઠા સિવાય કાંઈ નહોતું જે આજે ઉદ્યોગ જગત બન્યું છે અને મોરબી, જામનગર,રાજકોટ નો ત્રિકોણ જોઈને તો જાણે મીની જાપાન સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ-મોરબી નાના માંથી મોટા શહેર બનતું થઈ ગયું છે અને દેશ, રાજ્યના ખૂણે ખૂણે મોરબીની પ્રોડક્ટ પહોંચે છે.
આ ઉપરાંત ટુરિઝમ અને યાત્રાધામના વિકાસને વાખાણતા વડાપ્રધાને જણાવ્યું હતું કે છે.કોઈ પણ શુભ કામ કરીને મુકો એટલે દાતાઓની હરીફાઈ થાય છે જેથી કાઠિયા વાડ હાલ એક યાત્રાધામ બની ગયું છે અને ટુરિઝમ તથા યાત્રાધામે એક નવી તાકાત ઉભી કરી છે.એટલું જ નહીં રણોત્સવ જવા માટે મોરબી થઈને જ જાવું પડતું હોવાથી મોરબીએ અનોખી ઉળખ ઉભી કરી છે.જે જગ્યા પર શ્રી કૃષ્ણ ના લગ્ન થયા હતા ત્યારે માધવપુર નો મેળો રોજગારી માટે ઉત્તમ ઉદાહરણ હોવાનું પણ અંતમાં વડાપ્રધાને જણાવ્યું હતું.