Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરમાં બોલાચાલીનો ખાર રાખી યુવાનને ધોકાવી પતાવી દેવાની ધમકી આપી

વાંકાનેરમાં બોલાચાલીનો ખાર રાખી યુવાનને ધોકાવી પતાવી દેવાની ધમકી આપી

વાંકાનેરના જમાતખાના પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસે મથકે પહોંચ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં રહેતા મોશીનભાઇ સિકંદરભાઇ શાહમદાર અને આરોપીઓ વચ્ચે આગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન મોશીનભાઈ રીક્ષામા બેસવા જતા હતા ત્યારે બોલાચાલીનો ખાર રાખીઆરોપી સાજીદ રૂસ્તમેં યુવાનને તને હવા છે તેમ કહી ડખ્ખો કર્યો હતો અને છરી વડે હુમલો કરી હાથમા ઝીંકી દીધો હતો.વધુમાં રૂસ્તમભાઇ તથા ડાડલી (રહે.બધા વાંકાનેર)એ મોશીનભાઇને ગાળો ભાંડી ઢીકા પાટુ અને લાકડી વડે માર માર્યો હતો.અને મારી નાખવાની ધમકી આપતા મોશીનભાઇએ વાંકાનેર પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!