મોરબીના કાલીકા પ્લોટ શેરીમાંથી રીક્ષા અને સુભાષનગરમાંથી બાઇકની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબીના કાલીકા પ્લોટ શેરી નં.૪ મા રહેતા હાજીભાઈ કાસમભાઈ ખુરૈશી (ઉ.વ.૪૬)એ પોતાના ઘરની બહાર શેરીમા સી.એન.જી.રીક્ષા રજી નં.જીજે-૩૬-યુ-૩૭૩૫ પાર્ક કરી હતી.આશરે કિ.રૂ.૧,૫૦,૦૦૦ની કિંમતની સી.એન.જી.રીક્ષાને અજાણ્યો ઈસમ નિશાન બનાવી હંકારી ગયો હતો. આ અંગે હાજીભાઈને જાણ થતાં તેઓએ રિક્ષાની તપાસ હાથ ધરી હતી. પરંતુ રિક્ષાની ભાળ ન મળતા અંતે ચોરી થયા અંગેની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત મોરબીના રવાપર રોડ પર આવેલ સુભાષનગર શેરીનં.૬ માં રહેતા ધીરૂભાઇ દેવરાજભાઇ ભોરણીયા (ઉ.વ.૫૭) એ પોતાનું બાઈક ઘરની બહાર પાર્ક કર્યું હતું. જેને અજાણ્યા ઇસમે નિશાન બનાવી હિરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-3-CH-8514ની ચોરી કરી લઇ ગયો હતો જે અંગે જાણ થતાં ધીરૂભાઇએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.