મોરબીની નીલકંઠ સ્કૂલ તેમજ સક્ષમ-૨૦૨૨ (IOCL)ના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાષ્ટ્રીય શૈક્ષિકસંઘ મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વડસોલા, નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રાએ લીલીઝંડી આપી સાઇકલ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 120 થી વધુ સાયકલવીરોએ ભાગ લીધો હતો. જે રેલીએ શહેર માં 2.5 કિમી વિસ્તારમાં ફરી અને લોકોને ઉર્જા બચાવવા માટેની અપીલ કરી હતી.
આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજાએ આપણા કુદરતી સંસાધનોને બચાવવા માટે “હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો”પર ધ્યાન આપવાની જરૂર છે તેમ જણાવ્યું હતું .આ પ્રવૃત્તિઓનો હેતુ ગુજરાતી જનસમુદાયમાં બળતણની બચત,સ્વચ્છ ઊર્જાનો ફાયદો,પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા વગેરે જેવા સંદેશાઓ પ્રસરાવવાનો હતો. આ કાર્યક્રમને અંતે 120થી વધુ સાયકલિસ્ટને નીલકંઠ સ્કૂલ દ્વારા ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.