Thursday, December 26, 2024
HomeGujaratમોરબી પંથકમાં સાત માસમાં 4671 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઇ

મોરબી પંથકમાં સાત માસમાં 4671 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઇ

સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂપિયા ૧૪૨ કરોડની મસમોટી પાવર ચોરી પકડી પાડવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લામાં સપ્ટેમ્બર 2021થી માર્ચ 2022 સુધી મા કુલ 56830 જેટલા વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા જેમાંથી 4671 જોડાણોમાં વીજચોરી ઝડપાઇ હતી.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની હેઠળ વીજ લોસીસ ઘટાડવા માટે છેલ્લા સાત માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરઓની દેખરેખ હેઠળ સપ્ટેમ્બર -૨૧ થી માર્ચ -૨૨ દરમ્યાન કુલ ૫,૫૪,૬૯૩ વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ ૬૬,૫૧૯ વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ . ૧૪૨- કરોડ થવા પામેલ છે. પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં રૂ. ૧૦ લાખથી વધુની રકમના કુલ ૮૬ વીજ ચોરી અંગે પુરવણી બીલો આપવામાં આવેલ છે. જેમાં રૂ. ૪૦ લાખથી વધુના કુલ ૧૭ પુરવણી બીલો આપવામાં આવેલ છે. જયારે રૂ. ૧ લાખથી ૧૦ લાખ સુધીના કુલ ૧૩૫૨ વીજ ચોરી અંગેના પુરવાણી બીલો આપવામાં આવેલ છે.

મોરબી વર્તુળ કચેરી હેઠળના 56830 ઘરોમાં ચેકીંગ દરમીયાન 4671 જોડાણોમાં વીજચોરી મામૂલ પડતા રૂપિયા 1377.50.લાખ ની આકારણી થવા પામી છે.પીજીવીસીએલ હેઠળ વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન ડીવીઝનના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ ચેકીંગ દરમિયાન પીજીવીસીએલ હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રિક નેટવર્કમાંથી સીધા જ વીજ જોડાણ લેવા,મીટર સાથે-સીલ સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા મીટરને બાળી નાખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવામાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. વીજ ચોરી અંગે સ્થાનિક કચેરીનો ટેલિફોનિક સંપર્ક સાંધી વીજ ચોરી અંગે માહિતી આપવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!