Friday, April 26, 2024
HomeGujaratસુરેન્દ્રનગરના કસવાળી ગામે લૂંટના આરોપીને પકડવા ગયેલ મોરબી એલસીબી અને સ્થાનિકો વચ્ચે...

સુરેન્દ્રનગરના કસવાળી ગામે લૂંટના આરોપીને પકડવા ગયેલ મોરબી એલસીબી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામના કસવાળી ખાતે ડાયરાનો માહોલ જામ્યો હતો આ દરમીયાન ડાયરામાં હાજર લૂંટ કેસના ફરાર આરોપીને મોરબી એલસીબી ટિમ તથા સ્થાનિક પકડવા જતાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ત્રણ પોલીસ કર્મીઓને નાની મોટી ઇજા થવા પામી હોવાનું સામે આવ્યું છે. આ મામલાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર ગત મોડી રાત્રે કસવાળી ગામેં ચાલુ ડાયરામાં મોરબીના લૂંટ કેસમાં ફરાર આરોપી ડાયરામાં આવ્યો હોવાની મોરબી એલસીબીને કાને વાત પડતા મોરબી એલસીબી ટીમના પોલીસકર્મીઓ સ્થાનિક પોલીસને સાથે રાખી આરોપીને પકડવા તાબડતોબ દોડી ગઈ હતી આ દરમિયાન પોલીસ આવ્યાની જાણ થતા ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે વેળાએ આરોપીને મોરબી પોલીસે પકડી લેતા ડાયરામાં ડાયરામાં માથાકૂટ સર્જાઈ હતી જોત જોતામાં મામલો બિચકાતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં બે રાઉન્ડ હવામાં ફાયરીંગ પણ થયું હોવાની ચર્ચા જાગી છે જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓને મુંઢમાર વાગતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી આથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ સુરેન્દ્રનગર લીમડી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો કાફલો અને ધજાળા પોલીસને આ બાબતની જાણકારી થતાં ધજાળા પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જો કે ધજાળા પોલીસ ત્યાં પહોંચી તે સમયે સમગ્ર મામલો બીચકાઇ જવા પામ્યો હતો. આ મામલે ધજાળા પોલીસ મથકે કુલ ૧૫૦ થી વધુ વ્યક્તિઓ સામે રાયોટીંગ સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ધજાળા પોલીસ દ્વારા આ હુમલો કરનાર આરોપીઓને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!