Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેરના રાજસ્થળી ગામે જમીન હડપ કરી જનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ...

વાંકાનેરના રાજસ્થળી ગામે જમીન હડપ કરી જનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો

વાંકાનેર તાલુકાના રાજસ્થળી ખાતે આવેલ લુણસર સિમ વિસ્તારમાં આવેલ સાત વિઘા જમીન હડપ કરી જનાર ઈસમ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ મામલે વાંકાનેર પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ ખાતે સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલ રોડ પર આવેલ શ્યામલ વિહાર સોસાયટી મા રહેતા ભરતભાઇ નાનાલાલ વિરમગામાની વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામેં આવેલ સર્વે નંબર ૯૮/૧ વાળી હે.૧-૧૩-૩૧ ની આશરે ૭ વીધા જેટલી જમીન હડપ કરી જવાના ઇરાદે આરોપી રાજુ ધનાભાઇ ડાભી (રે.રાજસ્થળી તા.વાંકાનેર)એ કબજો જમાવી લીધો હતો અને ધાક ધમકી આપી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરતા અંતે જમીન માલિક ભરતભાઇએ આરોપી રાજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!