Sunday, January 19, 2025
HomeGujaratમોરબીમાં 42 ટકા હાજરી વચ્ચે બિન સચિવાલયની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

મોરબીમાં 42 ટકા હાજરી વચ્ચે બિન સચિવાલયની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

મોરબી સહિત રાજ્યભરમાં આજે બિન સચિવાલયની પરીક્ષા યોજાઈ હતી જેમાં મોરબીમાં પરીક્ષા ના શાંતિપૂર્ણ માહોલ વચ્ચે 5714 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એકંદરે પરીક્ષા સરળ રહ્યું હોવાથી કેન્દ્ર બહાર પેપર આપી આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

- Advertisement -
- Advertisement -

ત્રણ વખત રદ થયા બાદ 3901 જગ્યા માટે બિન સચિવાલયની યોજાઈ હતી ત્યારે મોરબીમાં નોંધાયેલ 13496 પરિક્ષાર્થીઓ માંથી 5714 ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે7782 ઉમેદવારો ગેરહાજર રહયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું. આમ કુલ 42.33 ટકા હાજરી અને 57.67 ટકા ગેરહાજરી વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી હતી અને મોરબી જિલ્લામાં ચોરીનો પણ કોઈ કેસ સામે આવ્યો ન હતો.ઉલ્લેખનીય છે કે પેપર પ્રમાણમાં સરળ રહ્યું હોવાથી મેરીટ ઊંચું જવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!