Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના લખધીરવાસ ચોક પાસેથી બિયરના ડબલા સાથે મહિલા ઝડપાઇ

મોરબીના લખધીરવાસ ચોક પાસેથી બિયરના ડબલા સાથે મહિલા ઝડપાઇ

મોરબીના લખધીરવાસ ચોક પાસેથી બિયરના ડબલા સાથે નીકળે રેખાબેનને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે લખધીરવાસ ચોક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા રેખાબેન લલીતભાઈ વઘોરા (ગૌશાળાની બાજુમા વાવડી ગામ તા.જી.મોરબી) નામના ૩૫ વર્ષીય પરિણીતાને અટકાવી તલાશી લેતા તેણીનાં કબ્જામાંથી કીંગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બિયરના ૬૦૦ રૂપિયાની કિંમતના ૬ ડબલા ઝડપાયા હતા આથી પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી તેની વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.

ખાટકીવાસ નાકા પાસેથી દારૂની બાટલી સાથે એક પકડાયો

દારૂ અંગેની પોલીસની વધુ એક રેઇડમાં મોરબીના ખાટકીવાસના નાકા પાસે આરોપી અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર (ઉ.વ.૨૦ રહે.મકરાણીવાસ મદીનાચોક મસ્જીદની બાજુમા મોરબી) ની પોલીસે અટકાયત કરી હતી આ દરમિયાન આરોપીના કબ્જામાંથી રોયલ બ્લેક ઓરેન્જ વોડકાની કિ.રૂ.૩૦૦ની એક બોટલ મળી આવી હતી આથી પોલીસે તેની વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!