Monday, December 23, 2024
HomeGujaratહિટાચીના ભાવ બાબતે બોલાચાલી થયા બાદ મોરબીના ગાળા ગામે પિતા-પુત્રો પર હુમલો...

હિટાચીના ભાવ બાબતે બોલાચાલી થયા બાદ મોરબીના ગાળા ગામે પિતા-પુત્રો પર હુમલો કરાયો

મોરબી જિલ્લામાં મારમારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના ગાળા ગામે રહેતો યુવાન હિટાચી જોવા માટે જેતપર ખાતે ગયો હતો જ્યા મશીનના ભાવ બાબતે માથાકૂટ થયા બાદ આ બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ ગાળા ગામે જઈ પિતા પૂત્રોને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ગાળા ગામે રહેતા પારસ કુંડારીયા નામનો યુવાનને હીટાચી લેવુ હોવાથી તે જેતપર ખાતે હિટાચી મશીન જોવા માટે સાહેદ પારસભાઇ તથા સાહેદ હેમંતભાઇ ગયા હતા. મશીનના નિરીક્ષણ બાદ હિટાચીના ભાવ બાબતે યુવાને નવઘણભાઇ વેલાભાઇ ભીલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં કોઈ કારણસર બને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે સોદો ન પતતા યુવાન પોતાના ઘરે આવી ગયો હતો ત્યાં તરત જ નવઘણભાઇ વેલાભાઇ ભીલ અને મેહુલભાઇ પટેલ મનસુખભાઇ વેલાભાઇ ભીલ સાથે એક અજાણ્યો ઈસમ મળી બે ગાડીમાં ગાળા ગામે આવ્યા હતા અને રાજેશભાઇ ભગવાનજીભાઇ કુંડારીયાની ઘરે આવી પિતા પુત્ર સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ ગાડીમાંથી લાકડાનો ધોકો કાઢી પિતા રમેશભાઈ, પુત્ર પારસભાઈ અને સાહેદ દર્શ ઉપર હુમલો કર્યો હતો. જે મામલે રાજેશભાઇ ભગવાનજીભાઇ કુંડારીયાએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!