Thursday, January 16, 2025
HomeGujaratપંચવટીના પાટિયા નજીક ટ્રક પાછળ ભટકાયા બાદ ઈકકોમાં આગ ભભૂકતા બે પેસેન્જર...

પંચવટીના પાટિયા નજીક ટ્રક પાછળ ભટકાયા બાદ ઈકકોમાં આગ ભભૂકતા બે પેસેન્જર જીવતા ભૂંજાયા

મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ પર આવેલ પંચવટી ગામના પાટીયા પાસેના રેલ્વે ઓવરબ્રીજ નજીક પુર પાટ વેગે આવતી ઇક્કો ટ્રકના ઠાઠામા ઘુસી જતા અકસ્માત સર્જયો હતો જે અકસ્માતે ઇક્કો કારમાં આગ ભભૂકી ઉઠતા બે લોકો જીવતા ભૂંજાયા હતા.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર

રાજકોટ ખાતે રહેતા ગોપાલભાઇ મગનભાઇ રામાનુજે પોતાની જી.જે-૦૩-એલ.બી-૪૩૮૦ ઇક્કો કાર

વાયુ વેગે ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર આગળ જતા અજાણ્યા ટ્રકના ઠાઠામા ભડકાઇ હતી જેને પગલે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આથી ઇક્કો ચાલકને જમણા પગમા અને અતુલભાઇ જગદીશભાઇ શર્માને ઇજા થઈ હતી. એટલું જ નહીં અકસ્માત બાદ ઇક્કો ગાડીમા આગ લાગી હતી જેને વિકરાળ રૂપ ધારણ કરી લેતા ગાડીમા સુતેલ સાહેદ સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર (ઉ.વ. ૨૪) અને દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ (ઉ.વ. ૨૮ રહે બંને હાલ. રાજકોટ કાલાવડ રોડ એવરેસ્ટ પાર્ક શેરી નં.-૦૨ મુળ રહે ઉતરપ્રદેશ) સળગતી ગાડી વચ્ચે ઇક્કોમા અટવાયા હતા જેને લાખ કોશિશ કરવા છતા પણ ગાડીમાથી બહાર ન કાઢી શકતા તે બને આગમાં જીવતા ભૂંજાયા હતા.આ ગોઝારી ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં કરુણ આક્રંદ છવાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!