Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીમાં પેટ્રોલ પંપ કર્મીની નજર ચુકાવી એક લાખથી વધુ રકમની ચોરી કરનાર...

મોરબીમાં પેટ્રોલ પંપ કર્મીની નજર ચુકાવી એક લાખથી વધુ રકમની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

મોરબીમાં નજર ચુકાવી અને ચૂનો લગાડી ફરાર થતી ટોળકી સક્રિય થઈ હતી. મોરબીની લાલ પર ચોકડી પાસે આવેલ અમરરતન પેટ્રોલપંપમાં બાઈકમાં પેટ્રોલ પુરાવવાના બહાને આવેલ બે પુરુષ અને સ્ત્રીએ નજર ચુકાવી પેટ્રોલ પંપના ટેબલના ખાનામાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની રકમની ચોરી કરી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગણતરીના દિવસોમાં જ મોરબી તાલુકા પોલીસે મુદ્દામાલ સાથે ત્રિપુટીને ઝડપી પાડી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલે મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા અને મિલકત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જેના અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના લીલાપર ચોકડી અમરરતન પેટ્રોલપંપ ખાતે અજાણ્યા બે પુરૂષ અને એક સ્ત્રી એમ ત્રણ અજાણ્યા માણસો બજાજ ડીસ્કવર મોટરસાયકલ લઇ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા આવી તેમાં એક માણસે પેટ્રોલપંપના ટેબલના ખાનામાં રૂપિયા ૧,૦૩,૪૬૦ ભરેલ બેગ ચોરી છુપી રીતે કાઢી લઇ ચોરી કરી લઇ જવામાં એકબીજાની મદદગારી કરી હતી. જે ગુન્હામાં પેટ્રોલપંપના સી.સી.ટીવી કેમેરાના ફુટેજ તપાસ કરતા બજાજ ડીસ્કવર હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે મોરબી શહેરના નેત્રમ પ્રોજેકટમાં તપાસ કરતા સદર ડીસ્કવર મોટરસાયકલના રજીસ્ટર નંબર GJ – 03 – EJ – 6665 વાળા હોવાનું અને તેમાં બે પુરૂષ હોય અને એક સ્ત્રી હોવાનુ જણાય આવેલ તેમજ સદર મો.સા. મોરબી શહેરમાંથી જુના ઘુંટુ રોડ તરફ ગયેલ હોય જેથી ઘુંટુ ગામ તથા ઉંચી માંડલ ગામ તરફ તપાસ કરતા પો.કોન્સ . જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને ખાનગી રાહે હકિકત મળી હતી. ચોરી કરનાર મજકુર ઇસમો ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ લઇ ચોરી કરેલ રૂપિયા સગેવગે કરવાની પેરવીમાં હોય અને હળવદ તરફ જવાના હોય જેથી ઉંચી માંડલ ગામે વોય તપાસમાં રહેતા એક બજાજ ડીસ્કવર મોટરસાયકલ રજી નંબર GJ – 03 – EJ – 6665 વાળુ મોરબી તરફથી આવતા તેને રોકી ઝડતી તપાસ કરતા પાછળ બેઠેલ ઇસમ પાસે સદરહું ચોરીમાં ગયેલ કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા હોય જે ગણી જોતા રૂપિયા ૮૨,૯૦૦ હોય જે બાબતે સઘન પુછપરછ કરતા લીલાપર ચોકડી પાસે આવેલ અમરરતન પેટ્રોલપંપ ખાતેથી ચોરી છુપીથી ચોરી કરેલની કબુલાત કરતા મોટસાયકલ તથા રોકડ રૂપિયા ૮૨,૯૦૦ કબ્જે કરી અને બંન્ને મજકુર ઇસમના કોરોના અંગે ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પેટ્રોલ પંપના ટેબલના ખાનામાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની રકમની ચોરી અંજામ આપનાર પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા, હરેશ જગુભ શંકર અઘારીયા અટકાયત કરી રોકડ રૂપિયા ૮૨,૯૦૦ તથા ચોરીમાં ઉપયોગ કરેલ ડીસ્કવર મો.સા.રજી નંબર GJ – 03 – EJ – 6665 વાળુ કિ.રૂા .૨૦,૦૦૦ તથા મોબાઇલ નંગ -૦૪ કિ.રૂ .૧૫,૫૦૦ સહિતની મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેકે આરોપીનો પૂર્વ ઇતિહાસ- આરોપી પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ -૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. કામગીરી કરનાર પો.સબ.ઇન્સ . વી.બી.પીઠીયા તથા પો.હેડ.કોન્સ . વી.એસ.ડાંગર તથા પો.કોન્સ જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગઢવી તથા વિજયભાઇ સવસેટા દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!