વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા સતત વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે માળીયા મીયાણા પોલીસના હેડ કોસ્ટેબલ વિરાજસિંહ ઝાલા અને પોલીસ કોસ્ટેબલ મહેન્દ્રસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે હરીપર ગામના પાટીયા પાસે એક ગ્રેકલરની મહીન્દ્રા રેનોલ્ટ લોગાન કારની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની પરપ્રાતીય રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા બ્રાન્ડની કુલ ૧૬૮ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ સાહીલ ફિરોઝ મોદીની અટકાયત કરી માળીયા મીયાણા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
માળીયા મીયાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરાજસિંહ ઝાલા અને પોલીસ કોસ્ટેબલ મહેન્દ્રસિંહ ચુડાસમાને સંયુકત રીતે બાતમી મળી હતી. કે , ” એક ગ્રેકલરની મહીન્દ્રા રેનોલ્ટ લોગાન કાર જેના રજી .નં- MH – 01 – AE – 9553 વાળીમા ઇગ્લીશ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે. તેવી ચોક્ક્સ હકિકત મળતા હરીપર ગામના પાટીયા પાસે તેને રોકી તપાસ કરતા જામનગરનો સાહીલ ફિરોઝ મોદી નામનો શખ્સ ભારતીય બનાવટની પરપ્રાતીય રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા બ્રાન્ડની કુલ ૧૬૮ બોટલો સાથે ઝડપાયો હતો. ત્યારે પોલીસે એક ઓપો કંપનીનો રેનો 6PRO. મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન, મહીના રેનોલ્ટ લોગાન કાર જેના રજી.નં- MH – 01 – AE – 9553 ane વિદેશી દારૂ સહિત કુલ ૨,૨૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અધિકારી તથા કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ . ક્રિપાલસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પોલીસ કોસ્ટેબલ સંજયભાઇ રાઠોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.