આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાન્ય બની રહ્યો છે ત્યારે આ જ સોશિયલ મીડિયામાં મહિલાઓને લગતા ગુનાઓ પણ ઝડપથી વધી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ આવો જ એક બનાવ બનવા પામ્યો છે.
જેમાં મોરબીમાં રહેતી સગીરા સાથે સોશિયલ સાઈટમાં ફેક આઈડી બનાવી એક શખ્સએ મિત્રતા કેળવી હતી પછી સગીરાના ભોળાપણાં નો લાભ લઈને વાતોમાં લલચાવી ફોસલાવી ને સગીરા પાસે બીભત્સ ફોટા ,વિડીઓ મોકલવા કહેતો હતો બાદમાં આ શખ્સે બ્લેકમેલિંગ કરીને સગીરા જાણે કોઈ નિર્જીવ ચીજ વસ્તુ હોય એમ તેના બીજા મિત્ર સાથે મિત્રતા કેળવવવા દબાણ કર્યું હતું ત્યારે બાદ બીજા શખ્સે પણ આ જ રીતે બ્લેક મેલ કરી ને ત્રીજા શખ્સ સાથે મિત્રતા કરાવી હતી ત્યાર બાદ સગીરા પાસેથી પૈસા પડાવવાનું ચાલુ કર્યું હતું એટલું જ નહીં મોરબી માં અલગ અલગ જગ્યાએ મળવા બોલાવીને દુષ્કર્મ પણ આચર્યું હતું અંતે સગીરા ના પરિવારજનોને આ સમગ્ર બનાવની જાણ થતાં તેઓ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી 376(2)જે, 376(3), 384, 406, પોકસો એકટ 2012ની કલમ 4,8,12 તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ 67,67(બી)મુજબ ગુનો નોંધીને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજુ એક આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભોગબનનારની ઓળખની ગોપનિયતા ધ્યાનમાં રાખીને તથા હાલમાં અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ હોય જેથી પોલીસ તંત્ર દ્વારા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.