Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેર પંથકમાં આઠ માસના બાળકને માતાની હૂંફ અપાવતી ટિમ અભયમ

વાંકાનેર પંથકમાં આઠ માસના બાળકને માતાની હૂંફ અપાવતી ટિમ અભયમ

સાસરિયામાં અવરનવાર ઝઘડાથી માવતરના ઘરે રિસામણે બેસેલ મહિલાએ ૧૮૧ ની ટિમને કોલ કરી જણાવ્યું કે આઠ માસના વહાલસોયા બાળકને તેનો પતિ લઇ જતો રહ્યો હતો. આથી વાંકાનેર તાલુકામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટિમ દોડી ગઇ હતી જ્યાં પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતાનાં લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેને આઠ માસનું એક બાળક છે. લગ્નજીવન દરમિયાન સાસરીમાં અવાર નવાર ઝગડાઓ થતા હતા આથી કંટાળીને મહિલા આઠ માસના બાળક સાથે પિયરમાં આવી ગઈ હતી.દરમિયાન તેમના પતિ તેને સાસરીમાં લઈ જવા આવ્યા હતા પરંતુ પરિણીતા સાસરીમાં જવા ઈચ્છતી ન હતી.

- Advertisement -
- Advertisement -

જેને પગલે પતિ તેના આઠ માસના બાળકને લઈને જતા રહ્યા છે. પરંતુ બાળક માત્ર સ્તનપાન જ કરતું હોવાથી તેની માતાને વધુ ચિંતા સતાવતી હતી. ત્યારબાદ અભયમની ટીમે મહિલા અને તેના પતિ સહિત સાસરિયાનું કાઉન્સિલિંગ કરી નાના બાળક અને જગડાઓ બાબતે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. જેથી પતિ એ રાજીખુશીથી બાળકને તેના પત્નીને શોપ્યું હતું આમ અભયમની ટીમે મધર્સ ડેના દિવસે માતાની હુંફથી વંચિત આઠ માસના નાના બાળકને તેની માતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!