Tuesday, April 23, 2024
HomeGujaratહળવદ પોલીસ કર્મીનો કાંઠલો પકડી ફરજમાં રુકાવટ કરતા બે શખ્સો વિરુદ્ધ ગુનો...

હળવદ પોલીસ કર્મીનો કાંઠલો પકડી ફરજમાં રુકાવટ કરતા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો 

હળવદની સરા ચોકડી પાસે હળવદ પોલીસ વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી આ દરમિયાન બે શખ્સોએ કાંઠલો પકડી માથાકૂટ કરી પોલીસની ફરજમાં રુકાવટ કરી હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર હળવદ પોલીસ સ્ટાફના વિનોદભાઇ છગનભાઇ ચાવડા સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓ, અધિકારી ઓ વાહન ચર્કિંગની કામગીરીમાં હતા. આ વેળાએ આરોપી જયદિપસિહ મહાવિરસિહ ઝાલા (ઉવ ૨૯ રહે. હાલ આદીપુર, તા. અંજાર જી કચ્છ મુળ રહે.ઢવાણા ગામ તા હળવદ) તથા શકિતસિહ રાજેન્દ્રસિહ ઝાલા (ઉવ ૨૬ રહે.ઢવાણા ગામ તા હળવદ) નામના બને શખ્સો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમીયાન પોલીસે તેને અટકાવી તલાશી લેતા આરોપી પિત્તો ગુમાવી બેઠા હતા અને વિનોદભાઇ છગનભાઇ ચાવડા કાઠલો પકડી લીધો હતો. આરોપીઓએ વાહન ચેકીંગની કામગીરીમાં ફરજમાં રૂકાવટ કરી સ્ટાફને ગાળો ભાંડતા પોલીસે બન્ને ને પકડી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!