Wednesday, January 15, 2025
HomeGujaratટંકારા લૂંટ પ્રકરણમાં સંડોવાયેલ બેલડી ઝડપાઇ

ટંકારા લૂંટ પ્રકરણમાં સંડોવાયેલ બેલડી ઝડપાઇ

ટંકારા તાલુકાના ઘુનડાથી વાંકાનેરના અદેપર ગામને જોડતા માર્ગ પરથી ગત મંગળવારે ફાયનાન્સ કંપનીના કર્મચારીને લૂંટી આરોપી બેલડી ફરાર થઈ ગઈ હતી. આરોપીએ રૂપિયા ૧.૪૧ લાખની લૂંટને અંજામ આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જેના ફળ સ્વરૂપે આ પ્રકરણમાં સંડોવાયેલ બન્ને શખ્સોને ઝડપી લેવામાં એસઓજી પોલીસને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકના લૂંટ પ્રકરણના આરોપીને ઝડપી પાડવા પોલીસ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોરબી એસ. ઓ. જી. ને લૂંટારુ અંગે મહત્વની કળી મળી હતી. આથી પોલીસે બાતમીને આધારે આરોપી દીવ્યેશ ભગવાનજી હણ અને સંજય નાથા પડસારીયને દબોચી લીધા હતા. જેમાં લૂંટમાં ગયેલ રોકડા રૂપીયા ૧,૪૧,૦૦૦ નો મુદામાલ તથા બાઈક સહિતનો મુદામાલ પોલીસે રિકવર કર્યો છે.વધુ કાર્યવાહી અર્થે આરોપી બેલડીને ટંકારા પોલીસને સોંપી કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!