આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરાયુ છે. આ વર્ષે સમગ્ર રાજ્યનું પરિણામ 72.2 ટકા પરિણામ આવ્યું છે .જેમાં સૌથી વધુ પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ રહ્યો છે. જ્યારે 85.36 ટકા જેટલા ઝળહળતા પરિણામ સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે.
મોરબી પરીક્ષા કેન્દ્ર મા નોંધાયેલ 925 વિદ્યાર્થીઓમાંથી 923 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી 760 વિધાર્થીઓ પાસ થયા છે. આમ કેન્દ્રનું પરિણામ 82.34 ટકા રહ્યું છે. જ્યારે હળવદ કેન્દ્રમાં 377 માંથી તમામ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 341 પાસ થતા કેન્દ્રનું પરિણામ 90.45 ટકા રહ્યું છે. વાંકાનેર કેન્દ્ર 149 માંથી 148 વિદ્યાર્થીઓએ પરીક્ષા માંથી 135 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ જિલ્લામાં કુલ 1451 વિદ્યાર્થીઓમાંથી 1448 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી અને 1236 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું સરેરાશ પરિણામ 85.36 આવ્યું છે.આ યશસ્વી પરિણામની સાથે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા નંબરે આવ્યો છે. આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લા શિક્ષણધિકારીએ વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષક ગણ ને અભિનંદન પાઠવ્યા હતા.