Saturday, April 20, 2024
HomeGujaratમોરબીની અવની ચોકડી પાસેથી એક્ટિવામા દારૂ ભરી નીકળેલ એક શખ્સ પકડાયો

મોરબીની અવની ચોકડી પાસેથી એક્ટિવામા દારૂ ભરી નીકળેલ એક શખ્સ પકડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અવની ચોકડી પાસે ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન એક શખ્સને વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ શહેરના અવની ચોકડી પાસે ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન એક એક્ટિવા ચાલક શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને અટકાવી તલાશી લીધી હતી. આ દરમીયના શ્રવણ મનોજ પરમાર નામના 20 વર્ષીય શખ્સની એકટીવાની ડીકીમાંથી વિદેશી દારૂની બે બોટલો મળી આવી હતી.જેને પગલે પોલીસે વિદેશી દારૂની બોટલ અને એકટીવા સહિતનો કુલ રૂ.૫૩૧૪૦ નો મુદામાલ કબ્જે કરી મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ આનંદનગર ઉમા સોસાયટીમાં રહેતા શ્રવણ મનોજ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!