મોરબીમાં ગેરકાયદેસર બાંધકામ અંગે સામાજિક કાર્યકરો દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા અશોક ખરચરીયા, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ સહિતના સામાજીક કાર્યકરો એ લેખીત માં અરજી કરી છે કે મોરબી ના બિલ્ડીંગ કોન્ટ્રકટરો જાણે પોતાની મન માની હલાવે છે તેવુ નજરે પડી રહ્યું છે કેમ કે વાઘપરા નજીક નાલા પર દુકાન શોપિંગ બનાવવાનું કામ ચાલુ છે જેમાં આજે તેના ત્રણ માળ બની ગયા છે એટલે કે આ વરસાદી પાણીનું નાલુ બુરી તેના પર ગેરકાયદેસર શોપિંગ બનાવવામાં આવે છે તો શુ તંત્રના ધ્યાનમાં આ નથી? આ નાલું ઘણા વર્ષો પહેલા ઠરાવ બાદ એક વ્યક્તિને પાલિકાને રૂપિયાની જરુર હોય હરરાજીઆપવામાં આવ્યું હોવાનું જણાવી અને શોપિંગ બનવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ છે જો કે રાજાશાહી લેખની પણ આ જગ્યા હોવાની ચર્ચાઓ જાગી છે ત્યારે આ શોપિંગ બનાવવા પૂર્વ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ મંજૂરી આપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે પરંતુ શું આ રીતે મજૂરી આપી શકાય જે ઠરાવ છે ઠરાવ અથવા રાજાશાહી લેખ સાચો છે કેં ખોટો મંજૂરી બાદ પણ બાંધકામ નિયમોને આધીન થાય છે કે કેમ ? આવા અનેક પ્રશ્નો હજુ પણ યથાવત છે હાલ મોરબીમાં વરસાદ ના પાણીના નિકાલ બંધ કરી દેવાતા ચોમાસામાં સ્થિતિ કપરી થાય છે ત્યારે નાળા પર હાલ ત્રણ માળ બનાવી દેવામાં આવતા આજુબાજુના રહીશો દ્વારા પણ જે તે સમયે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ સામાજીક કાર્યકરોએ આ આ નાળા પર બની રહેલા શોપીંગ બનાવનાર બિલ્ડરો સામે બાવડા ચડાવી દીધા છે ત્યારે આપવામાં આવેલી મંજૂરી ની હાલના ચીફ ઓફિસર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે આવા તો મોરબીમાં અનેક નાલાઓ બુરી દીધા છે જેને લઈને ચોમાસામાં સ્થતી કપરી બને છે જેનો ભોગ નિચાણ વાળા વિસ્તાર ને બનવું પડે છે આવુ કાર્ય ચીફ ઓફીસર કરવા દે છે અથવા તો આ પૂર્વ ચીફ ઓફીસર અને કોન્ટ્રાકટર ની મીલી ભગત તો નથી ને એ પણ તપાસનો વિષય છે?આવા તો અનેક જગ્યા એ મકાન પર નાલા બની ગયેલ છે તેની વાત થી અજાણ છે તો શું આ આગળ કાર્યવાહી નહી કરવા માં આવે કે આમ મીલી ભગત થી કયા સુધી કામ ચાલુ રહેશે ? યોગ્ય આ અરજી ને ધ્યાને રાખી ને જો કોઇ નિકાલ નહીં આવે તો અને તંત્ર જન આંખ આડાકાન કાન ની સ્થિતિ સુધરે તો નવાઇ ની વાત નહીં બાકી આ મુજબ તંગતા તો એક અરજી એ પેટ નું પાણી પણ ડગતુ નથી. તેમજ મોરબીની મચ્છુ નદીમાં મકાનનો કાટમાળ રાત્રીના સમયે ટ્રેકટરો અને ખટારા ઘ્વારા ઠલવવામાં આવે છે આવું ધીલોનુ કૃત્ય લીલાપર રોડ ઉપર નાલા ઉપર બાંધકામ કરીને ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો છે. તો શું આ અંગે નગરપાલીકા ચીફ ઓફીસર કે પ્રમુખને કાંઇ ખબર નથી ? આ અંગે તો અવાર-નવાર પબ્લીકે રજુઆતો કરેલ છે પરંતુ આજદિન સુધી કેમ કંઇ પરીણામ આવતું નથી તે એક પ્રશ્ન છે. એક તરફ તો ભારતના વડા પ્રધાન એમ કહે છે કે પાણીનો સંગ્રહ કરો અને અક બાજુથી આવાર તત્વો નદી નાળા બુરીને તેના બાંધકામ ગેરકાયદેસર કરવા લાગ્યા છે.
ઉપર થી ચોમાસા ના દીવસો આવે તે પહેલા આ આવી સ્થિતિ સુધરે અને પાણીનો નીકાલ – નાલામાંથી થઇ શકે. તો સારુ જેથી આ અરજી ઘ્યાને લઇ આગળ કાર્યવાહી કરવા રજુવાત કરવામા આવી છે આ વિષય અને બાબતે અમો સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ ની આમ જનતા વતી રજુઆત અને માંગણી છે.