Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં નવનિયુક્ત ૧૧૫ બહેનોને નિમણુંક પત્ર એનાયત કરાયા

મોરબી જિલ્લામાં નવનિયુક્ત ૧૧૫ બહેનોને નિમણુંક પત્ર એનાયત કરાયા

મોરબી જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતીમાં ૧૧૫ આંગણવાડી કાર્યકર-તેડાગરના નિમણુંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

ગુજરાત રોજગારીના સર્જનમાં અગ્રેસર છે ત્યારે મોરબી જિલ્લાના ૩૯ તેડાગર તેમજ ૭૬ આંગણવાડી કાર્યકર બહેનોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ મોરબી જિલ્લા પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, નાના બાળકો, કિશોરીઓ તેમજ ધાત્રીમાતાઓની સારસંભાળ રાખનાર આ બહેનો પાયાના પથ્થર સમાન છે. મોરબી જિલ્લામાં કુલ ૭૬૧ આંગણવાડી છે. ત્યાં જ્યારે આવા યોગ્ય લાયકાત ધરવતા ઉમેદવારોની નિમણુંક થાય ત્યારે કાર્યક્ષમતા વધી જાય છે.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ નવનિયુક્ત બહેનોને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, બાળકોના પોષણમાં કચાશ ન રહે તેની કાળજી રાખી આ આંગણવાડીની બહેનો બળકોનું જતન કરી ભાવિના ઉમદા નાગરિકોનું સર્જંન કરે છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉમેદવાર બહેનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર એ કોમલબેન ઠાકરે કર્યુ હતું, જ્યારે આભારવિધી સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાયે કરી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરિયા, કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, અગ્રણી સર્વ જિગ્નેશભાઇ કૈલા, અરવિંદભાઇ વાંસદડીયા, સરોજબેન ડાંગરેચા, રમાબેન, બકુલબેન પઢિયાર, પદાધિકારીશ અધિકારી ઓ તેમજ નિમણુંક પત્ર લેવા ઉમેદવાર બહેનો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!