વાંકાનેર મોરબી હાઇવે પર આવેલ ઢુંવા ગામના પાટિયા પાસે રામદેવપીર હોટલ નજીક ટ્રક નો ક્લીનર મંથું કુમાર બાલેશ્વર ચૌધરી નામનો પરપ્રાંતીય યુવાન ટ્રકની ડીઝલ ની ટાંકીમાંથી પાઇપ વતી મોઢે થી ડીઝલ ખેંચતો હતો ત્યારે ડીઝલ પી જતા બેભાન થઈ જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલ વધુ સારવારમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા યુવાનનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું બનાવ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ જેજી ઝાલાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.