Sunday, May 5, 2024
HomeGujaratRTE પ્રવેશ પ્રક્રિયા : ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ...

RTE પ્રવેશ પ્રક્રિયા : ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી ૨૮મી મે સુધી કરી શકાશે

RTE ACT-2009ની કલમ 12.1,(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ રાજયની કુલ ૯૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળા માં જુદા જુદા માધ્યમમાં કુલ ૭૧,૩૯૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી, જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૬૪,૪૬૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૫૮,૩૪૭ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.

- Advertisement -
- Advertisement -

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ ૧૩,૦૪૯ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુ થી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ થી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે ખાલી જગ્યાઓ રહેલ શાળાઓની પુનઃ પસંદગીની તક તા. ૧૨/૦૫/૨૦૨૨ થી તા. ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન આપવામાં આવેલ. ત્યારબાદ, RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા. ૧૭/૦૫/૨૦૨૨,મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં વધુ ૬,૩૩૪ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૫૪૮ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.

બીજા રાઉન્ડની ફાળવણી બાદ ખાલી રહેવા પામેલ ૮૫૦૧ જગ્યાઓ પર RTE પ્રવેશ પ્રક્રિયાનાં ત્રીજા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત જે વિધાર્થીઓ પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા વિદ્યાર્થીઓને RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તાઃ ૨૬/૦૫/૨૦૨૨, ગુરુવાર થી તા:૨૮/૦૫/૨૦૨૨,શનિવાર સુધીમાં RTE ના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે, શાળાઓની પુનઃ પસંદગી કરતી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે.ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી, જેની ખાસ નોંધ લેશો. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!