મોરબી પાલિકા પ્રમુખ સહિત આઠ સદસ્યો ભાજપમાં જોડાયા, કોંગ્રેસ છાવણીમાં સોપો
મોરબી પેટા ચુંટણી જંગ રસપ્રદ બની રહે તેવી ધારણા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી તો પેટા ચુંટણી પૂર્વે જ ભાજપ સરસાઈ મેળવવા મથામણ કરી રહ્યું છે જેમાં અગાઉ જીલ્લા પંચાયત પ્રમુખ બાદ આજે પાલિકા પ્રમુખ અને આઠ સદસ્યોએ કેસરિયો ધારણ કર્યો હતો જેથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયેલ જોવા મળે છે
ચુંટણી સમયે જ કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ અને કોંગ્રેસમાં ભંગાણ જોવા મળતું હોય છે જે પરંપરાને મોરબી કોંગ્રેસ નેતાઓએ પણ જાળવી રાખી હોય તેમ લાગી રહ્યું છે પેટા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ માંથી ટીકીટ કપાઈ જતા જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા હતા તો આજે ભીખુભાઈ દલસાણીયા, શંકર ચૌધરી અને સાંસદ તેમજ ભાજપ ઉમેદવારોની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા હતા
મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા તેમજ પાલિકાના આઠ સદસ્યો જેમાં બીપીનભાઈ દેત્રોજા, અશોકભાઈ કાંજીયા, જયદીપસિંહ રાઠોડ, અરુણાબા જાડેજા, ઇદ્રીશભાઈ જેડા, નવીનભાઈ ઘુમલીયા, જીતુભાઈ ફેફર અને રાજુભાઈ ચારોલાએ કોંગ્રેસને છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.