ટંકારામાં ગતરાત્રે વરસાદી માહોલ વ્ચ્ચે એક અજાણ્યા પુરુષે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળતાં ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી પહોંચી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારામાં ગઈકાલે તા. 18ના રોજ સાંજથી ભારે વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે લાઈટ ગુલ થઈ ગઈ હતી, આવા સમયે ટંકારામાં લજાઈ ચોકડી નજીક આવેલ ગુરુકૃપા હોટલ પાસે એક ખંડેર જેવા મકાનમાં એક આધેડ વયના અજાણ્યા પુરુષે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ કરવા તેના સગા-વહાલાઓની શોધખોળ હાથ ધરી છે તેમજ આપઘાતનું કારણ જાણવા વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.









