વાંકાનેર તાલુકાના મહીકા ગામે સમાજનાં સ્મશાનમાં બોર કરાવવા અને મકાન બાબતન અગાઉના માનદુઃખને લઈને બે પરિવારો બાખડયા હતા અને બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.
જેમાં વધુ વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા અને કડીયા કામ કરતા મોહનભાઇ ભરતભાઇ ચાવડા ઉવ.૪૯ (રહે.મહીકા ગામ તા.વાંકાનેર જી.મોરબી) વાળાએ આઠ શખ્સો રાજુભાઇ ખીમાભાઇ ચાવડા, પ્રકાશભાઇ નથુભાઇ ચાવડા, મોહનભાઇ જીણાભાઇ ચાવડા,મુકેશભાઇ નથુભાઇ ચાવડા, કનુભાઇ જીણાભાઇ ચાવડા,અનીલભાઇ કનુભાઇ ચાવડા,કાળુભાઇ કનુભાઇ ચાવડા,હીતેષભાઇ નથુભાઇ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા અનુસાર
આરોપી હિતેશભાઈ નથુભાઈ ચાવડાએ મહીકા ગામે તેઓના સમાજના સ્મશાનમાં બોર કરાવેલ હોય તેમજ ફરિયાદી ના મોટા બાપુના દીકરા કનુભાઇ માવજીભાઇ ચાવડા ના મકાન બાબતે ફરિયાદી તથા આરોપીઓને મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખીને ઉપરોક્ત આઠ આરોપીઓએ લાકડી તથા લાકડાના ધોકા તથા તલવાર જેવા ઘાતક હથીયાર સાથે ફરિયાદી મોહનભાઇ અને અન્ય પરિવારજનોને માર મારી મૂંઢ ઇજા પહોચાડી હતી તથા ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામે પક્ષે ચંદ્રીકાબેન અનીલભાઇ ચાવડા (ઉવ.૨૦ ધંધો.ઘરકામ રે.મહીકા જાંપા પાસે તા.વાંકાનેર જી.મોરબી)વાળાએ સાત લોકો મોહન ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડા,સતપાલ મોહની ઉર્ફે ભરતભાઇ ચાવડા, મનીશભાઇ મોહન ઉર્ફે ભરતભાઇ ચાવડા,સંજયભાઇ ગીરીશભાઇ ચાવડા,રોહીતભાઇ ગીરીશભાઇ ચાવડા,કંચનબેન મોહનભાઇ ઉર્ફે ભરતભાઇ ચાવડા,ગીતાબેન ગીરીશભાઇ ચાવડા (રે.બધા મહીકા તા.વાંકાનેર જી.મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી પક્ષનાહિતેશભાઇ નથુભાઇને આરોપી મોહનભાઇ ચાવડાના કૌટુંબીક ભાઈ કનુભાઇ માવજીભાઇ ચાવડા ના મકાન બાબતે મનદુખ ચાલતુ હોઇ જે બાબતનો ખાર રાખી ત્રણ આરોપીઓએ તલવાર, લાકડી તથા ધોકા વડે તથા અન્ય ચાર આરોપીઓ એ ઢીકા પાટુનો માર મારી ફરીયાદી તથા અન્ય પરીવારજનો સાથે મારામારી કરી ઇજા તથા મુંઢ ઇજાઓ પહોચાડી અને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.