Wednesday, May 8, 2024
HomeGujaratમોરબી નગરપાલીકાની નવી બિલ્ડિંગના બાંધકામમાં ઠાગાઠેયા કરતી ખાનગી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ

મોરબી નગરપાલીકાની નવી બિલ્ડિંગના બાંધકામમાં ઠાગાઠેયા કરતી ખાનગી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ

મોરબીમાં નગરપાલિકાની નવી બિલ્ડીંગ બનાવવાના કામનો વર્ક ઓર્ડર ખાનગી કમ્પનીને વર્ષ ૨૦૧૮માં આપવામાં આવ્યો હતો જેમાં જણાવેલી શરતો માં આ બાંધકામ ૧૫ મહિના માં પૂર્ણ કરવાનું અને તે સમયે જણાવેલ ભાવમાં કોઈ પણ ફેરફાર થશે નહીં જે શરતોના સ્વીકાર સાથે ખાનગી કમ્પની એ કરાર કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં ૧૫ મહિનામાં પૂર્ણ કરવાનું કામ આજે ૪ વર્ષ થયાં છતાં પૂર્ણ થયું નથી તથા ખાનગી કંપની દ્વારા અવાર નવાર ભાવ વધારાની માંગણી કરવામાં આવી રહી હતી અને નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગ બનાવવા માટે નકશો પણ તૈયાર કરીને અપાયો હતો જે નકશામાં પણ ખાનગી કમ્પની દ્વારા પોતાની મનમાની મુજબ ફેરફાર કરી નકશા મુજબ કામ કર્યું ન હોવાથી મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર દ્વારા આ ખાનગી કમ્પનીનો કોન્ટ્રાક્ટ રદ કરીને ટેન્ડર ભરતી વખત્તે જમા કરાવેલ ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!