વાંકાનેર ના માટેલ નજીક આવેલ સોલિજો સિરામીક ફેક્ટરીની કેન્ટીનમાંથી વિદેશી દારૂના ચપલા સાથે એક પકડાયો
વાંકાનેરના માટેલ અમરધામ રોડ ઉપર આવેલ સોલીજો સીરામીક ફેક્ટરીની કેન્ટીનમાં સંચાલક ઈદરીશ રહીમભાઇ પરાસરા, રહે.વાંકાનેર ગુલશન સોસાયટી ચૌધરી ટેલરવાળી શેરી ડો.દેકાવાડીયા સાહેબના મકાનમા ભાડેથી વાળો પાસ પરમીટ કે વગરની વિદેશી દારૂના ચપલા કેન્ટીનમાં વેચતો હોવાની બાતમીને બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા રોયલ ચેલેન્જ પ્રીમીયમ રીઝર્વ વ્હીસ્કી 180 મીલીના ચપલા નંગ-30 કિંમત રૂપિયા 3000 મળી આવતા પોલીસે કેન્ટીન સંચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા : એક ફરાર
વાંકાનેર આરોગ્ય નગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા કીશનભાઇ અશોકભાઇ ખીરૈયા, શૈલેષભાઇ છનાભાઇ શંખેસરીયા, જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને મનોજભાઇ જગદીશભાઇ શંખેસરીયા ને ગંજી પત્તો અને ૧૨,૨૦૦/- રોકડ સાથે પકડી પાડ્યા હતા જ્યારે જીતો મેરૂભાઈ કોળી રહે. આરોગ્યનગર, વાંકાનેર વાળો નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી તમામ વિરુદ્ધ વાંકાનેર શહેર પોલીસ મથકે જુગારધારા ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.