Wednesday, May 8, 2024
HomeGujaratહળવદના ચાડધ્રા ગામે વેપારીની જમીન પચાવી પાડનાર સરપંચ ના પતિ ની જામીન...

હળવદના ચાડધ્રા ગામે વેપારીની જમીન પચાવી પાડનાર સરપંચ ના પતિ ની જામીન અરજી કોર્ટે ફગાવી

હળવદના ચાડધ્રા ગામે વેપારીની જમીન હડપ કરી જનાર ચડધરા ગામના મહિલા સરપંચ ના પતિ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે જેમાં મૂળ ચાડધ્રા ગામના વેપારીની જમીનમા કબજો જમાવનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદાનું શસ્ત્ર ઉગામાયું હોવાથી આરોપી નાસ્તા ફરતા હોય મોરબી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે કડક વલણ અપનાવી આરોપીના આગોતરા જામીન ના મંજુર કરી ત્વરિત પકડવા પોલીસને તાકીદ કરી છે

- Advertisement -
- Advertisement -

હળવદના ચાડધરા ગામે નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગના ચકચારી ગુનાની વિગતવાર માહિતી જોવા જઈએ તો હળવદ પોલીસ મથકમાં ભગીરથદાન પરબતસંગ ટાપરીયા (ઉ.વ.૩૩ રહે મુળ ચાડધ્રા હાલ રહે. ૧૦૮ રામવીલા બંગ્લોજ-૨ રાણેકપર રોડ હળવદ જી.મોરબી)એ હળવદ તાલુકાના ચાડધ્રા ગામના સર્વ નં. ૩૭૪/૨ ની જમીન હે.આર.ચો.મી.૦-૫૪-૬૩ જમીન પર આવેલી છે.જેમાં આ જમીન પર ચાડધરા ગામના જ મહિલા સરપંચ ના પતિ આરોપી જગદિશ કશુભાઈ ગઢવી અને બટુક કશુભાઈ ગઢવી સામે લૅન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધવા અરજી કરતા પોલીસ તપાસમાં આ બન્ને આરોપીઓએ ગેરકાયદેસર કબજો કર્યાનું પોલીસ તપાસમાં સાબિત થયા બન્ને વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.જો કે આમ છતાં મહિલા સરપંચ ના પતિ સને સહિતના બન્ને આરોપીઓએ આ ફરિયાદ રોકવા ધમ પછાડા કર્યા હતા પરંતુ ફરિયાદ નોંધાતા પોલીસ પકડે એ પહેલાં જ બન્ને ભુગર્ભ માં ઉતરી ગયા હતાં અને મહિલા સરપંચ ના પતિ જગદીશ કેશુભાઈ ટાપરિયા (ગઢવી)એ મોરબી એડી.સેશન્સ જજ સંગીતાબેન પીનાકીન જોશી સાહેબની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી ત્યારે ફરિયાદી પક્ષે સરકારી વકીલ એસ.સી.દવે એ સોગંદનામું રજૂ કરી આરોપી જગદીશ ટાપરિયા ગુનાહીત માનસ ધરાવે છે અને તેઓની વિરુદ્ધ માં હળવદ પોલીસ મથકમાં બે ગુનાઓ નોંધાયેલ છે આથી તેઓને જો જામીન આપવામાં આવે તો ફરિયાદને નુકશાન થાય છે તેવી શંકા વ્યક્ત કરતા અને ધારદાર દલીલો કરતા એડિશનલ સેશન્સ જજ એસ.પી.જોશીએ આરોપીની જામીન અરજી ફગાવી હતી અને પોલીસને પણ આરોપીને ત્વરિત પકડી કોર્ટમાં હાજર કરવા તાકીદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આગોતરા જામીન માટે આરોપી હમેશા પોલીસની મીઠી નજર હેઠળ જ અરજી કરતા હોય છે જો હળવદ પોલીસે ધાર્યું હોત તો આજદિન સુધી આ આરોપીઓને પકડી શક્યા હોત કેમકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હમેશા અચાનક જ તપાસ બાદ સત્ય જણાય બાદ કરાય છે અને જેથી આરોપીઓને પોલિસ ધારે તો ફરિયાદ બાદ તુરંત જ પૂછપરછ માટે બોલાવી ધરપકડ કરી લેછે જેમ બીજા ગુનાઓમાં અને બીજી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદોમાં થાય છે પરન્તુ આ ગુનામાં કેમ આવું ન થયું એ પણ ચર્ચાનો વિષય છે ત્યારે આ વાત સ્પષ્ટ થાય છે કે આજદિન સુધી હળવદ ના પૂર્વ પીઆઇ કે જે માથુકિયા એ આરોપીઓને પકડવાની ગંભીરતા લીધી નથી જેને લઈને આરોપીઓએ એ કિલોમીટર કાપી નાખ્યા હોવાની ચર્ચા વેગવંતી બની છે ત્યારે હાલ નવા પીઆઇ એમ વી પટેલ દ્વારા આરોપીના સગડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!