પ્રજાના આવાજના નામે બજારમાં મોટા મોટા બણગાં ફૂંકતા પંકજ રાણસરિયા શુ ફક્ત ખોટા વાયદા કરી રહ્યા હતા કે પછી કોઈના દબાવમાં આવી ફોર્મ પાછું ખેંચ્યું અનેક સવાલો : પંકજ રાણસરિયા ફોર્મ પાછું ખેંચવાનું કારણ જાહેર કરે તેવી લોક માંગ
મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 19/10/2020 હતી જેમાં અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરિયા સહિત અન્ય આઠ અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે હવે ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૧૨ ઉમેદવારો વચ્ચે મોરબી પેટા ચૂંટણીમાં મેદાન માં રહેશે આ મોરબીની ચૂંટણી ગરમાવા વચ્ચે ભાજપ, કોંગ્રેસ, એક સ્થાનિક પક્ષ તેમજ ૦૯ અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા જંગમાં ઝંપલાવ્યું છે.
મોરબી વિધાનસભા પેટા ચૂંટણી માટે અપક્ષ મળી કુલ ૨૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાની તારીખે કુલ આઠ અપક્ષ ઉમેદવારોએ મેદાન છોડી દીધું છે આ લિસ્ટમાં જેમાં પરમાર વિપુલ જેરામભાઈ, પંકજ કાંતિલાલ રણસરિયા, ખાંભરા મેરામ બીજલભાઇ, સુમરા નિયામતબેન હનીફભાઈ, આરીફખાન મહંમદ હુસેન, મીરાણી વિવેક જયંતીલાલ, ગોગરા દીપકભાઈ ગાંડુંભાઈ અને ચનાણી મુસા અભરામએ ફોર્મ પરત ખેંચ્યા છે ફોર્મ પરત ખેંચાયા બાદ હવે કુલ 12 ઉમેદવારો ફાઇનલ મેદાનમાં રહ્યા છે. જેમની વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાશે ત્યારે મોરબીમાં પ્રજાના પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના વાયદા કરી ભાજપ કોંગ્રેસ બંને પક્ષ પર આક્ષેપ કરતા પંકજ રાણસરિયાનું સુરસુરીયું થઈ ગયું છે જો કે આ સુરસુરીયું કોના કહેવાથી થયું ? કેમ તેને ફોર્મ પાછું ખેંચ્યું? આવા અનેક સવાલોના જવાબો તેને આગામી સમયમાં લોકોને આપવા માંગશે હાલ સૌથી વધુ ચર્ચામાં રહેલા અપક્ષ ના નામે ચૂંટણી લડનારા કોના મત કાપવા ઉભા રહ્યા હતા એ મોટો પ્રશ્ન છે અને કોના કહેવાથી કે ડરી કે દબાઈ જવાથી આ ફોર્મ પાછું ખેંચ્યું છે એ ચર્ચા લોકોમાં ઘર કરી ગઈ છે ત્યારે પંકજ રાણસરિયા એ પણ અન્ય રાજકીય નેતાઓની જેમ સસ્તી પ્રસિદ્ધિ માટે આ ફોર્મ ભર્યું હોવાની લોક ચર્ચા એ મોરબીમાં ચકચાર મચાવી છે ત્યારે લોકોમાં મોટી મોટી ક્રાંતિની વાતો કરતા પંકજ રાણસરિયા એ જ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મોરબી વિધાનસભા બેઠક પર પોતાના દાવા ને પડકારી ઉમેદવાર માટે પાકા થયેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
ફાઇનલ ઉમેદવારોની યાદી
1) ભાજપ તરફથી બ્રિજેશ મેરજા
2) કોંગ્રેસ તરફથી જયંતિભાઈ પટેલ
3) ઓલ ઇન્ડિયા મજલિસ -એ- ઇન્કલાબ- એ-મિલ્લત તરફથી ભટ્ટી હુસેન
4) અપક્ષ ઉમેદવાર – કાસમ સુમરા હાજીભાઇ
5) અપક્ષ ઉમેદવાર – જાદવ ગીરીશભાઈ ગોવિંદભાઇ
6) અપક્ષ ઉમેદવાર – જેડા અબ્દુલભાઇ હાજીભાઇ
7) અપક્ષ ઉમેદવાર – પરમાર વસંતલાલ દામજીભાઇ
8) અપક્ષ ઉમેદવાર – બ્લોચ ઇસ્માઇલ યારમહમ્દભાઈ
9) અપક્ષ ઉમેદવાર – ભીમાણી જ્યોત્સનાબેન સવજીભાઈ
10) અપક્ષ ઉમેદવાર – મકવાણા પરષોત્તમ વાલજીભાઇ
11) અપક્ષ ઉમેદવાર – મોવર નિઝામભાઇ ગફૂરભાઇ
12) અપક્ષ ઉમેદવાર – સિરાજ પોપટિયા અમીરઅલી