Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના ઘૂંટુ રોડ પરથી ગુમ થયેલ બાળકને આકાશ પાતાળ એક કરી શોધો:...

મોરબીના ઘૂંટુ રોડ પરથી ગુમ થયેલ બાળકને આકાશ પાતાળ એક કરી શોધો: મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામના અને મહેન્દ્રનગર મામામાં ઘરે વેકેશન ની રજાઓ ગાળવા આવેલ ૧૦ વર્ષીય બાળક પર્વ ભાવેશભાઇ વિડજાનું અપહરણ થયાની ઘટના બનેલ છે તે ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લેતાં મોરબી માળીયા(મી)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકા પોલીસ અધિકારીને સતત અને સખત તાકીદ કરીને આ બાળકનો પતો મેળવવા જુદી જુદી ટીમો બનાવીને કામે લગાડીને કાર્યરત કર્યા છે મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા સતત ચિંતા વ્યકત કરી ખુદ અન્ય વિસ્તારના પ્રવાસમાં હોવા છતાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી(આઇ.પી.એસ.) પાસેથી આ ઘટના બાબતની રજેરજની માહિતી મળવીને આકાશ-પાતાળ એક કરીને પણ આ બાળક પર્વને શોધી કાઢવા અંગેના બ્રિજેશભાઈ મેરજા દ્વારા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!