મોરબીના રવાપર રોડ પર અમૃત એપાર્ટમેન્ટ માં રહેતા જીતેન્દ્ર કેશવજીભાઈ લોહ (ઉ.વ.૩૦ ધંધો:એકાઉન્ટ ) ને છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદી ચાલતી હતી જેને કારણે તેઓ આર્થિક સંકડામણ ની સ્થિતિ માંથી પસાર થતા હતા જેથી કંટાળી જઈને ગત તા.૦૭ જૂન ના રોજ જોધપર (નદી) ગામની સીમમાં આવેલ મચ્છુ ૨ ડેમમાં ઝંપલાવી મોત મીઠું કર્યું હતું .
જે બનાવની મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી .