હળવદ તાલુકાને ધમરોળવામાં તસ્કરો કોઈ જ કસર નથી છોડી રહ્યા ત્યારે વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જેમાં હળવદના દેવળીયા ગામે મકાન માલીક રાત્રીના એક વાગ્યે ધાબા પર સુવા ગયા પાછળથી ચોર ઘરમા ઘુસી ગયા હતા અને કુલ ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા પરંતુ પરંતુ બે મકાનમા તેઓને ખાલી હાથે પાછું જવું પડ્યું હતું અને એક ઘનશ્યામભાઇ ત્રીભોવનભાઇના મકાનમાંથી પાચ હજારની રોકડ, બાઇક, ત્રણ ચાંદીના સીક્કા સહિતની માલમતાની ચોરી થવા પામી હતી. અત્રે નોંધનીય છે કે બે દિવસ પેહલા પણ દેવળીયા ગામેથી મોપેડ ની ચોરી થઈ હતી.
જેથી હળવદ પોલીસ દ્વારા ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.