મોરબીના સામાકાંઠે આવેલ સીરામીક સિટીમાં રહેતા અને પ્રીતબેન નિલેશભાઈ ત્રિવેદી એ નોંધ કરાવી છે કે તેમના પતિ નિલેશભાઇ કાંતિભાઈ ત્રિવેદી જેઓ મોબાઇલ કે વેચ નો ધંધો કરી રહ્યા છે જેની ઓળખ આખીબાય નો ગુલાબી શર્ટ બ્લુ કલરનું જીન્સ પહેરેલ તથા ડાબા હાથમાં અંગ્રેજીમાં PINAL લખેલ અને જમણા હાથમાં NP લખેલ જેઓ ગત તા.૦૯/૦૬ ના રોજ સવારના દસ વાગ્યા આસપાસ કામ થી જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા જેની તપાસ કરતા આજ દિન સુધી પતો લાગ્યો ન હતો જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત હકીકતને આધારે ગુમશુદા નિલેશભાઇની શોધખોળ હાથ ધરી છે.