મોરબી જિલ્લામાં બે યુવાનોના અકસ્માતે મોત થયા ના જુદા જુદા બે બનાવ નોંધાયા છે.
જેમાં પહેલા બનાવની વિગત મુજબ માળીયા(મી)ના જાજાસર ગામ ની સીમમાં આવેલ જલારામ સોલ્ટમાં માં રહેતા અર્જુન ભાઈ બબનભાઈ યાદવ(ઉ.વ ૨૬ )ટ્રક માં ક્લીનર તરીકે નોકરી કરતા હોય જ્યારે ગઈકાલના રોજ તે ટ્રક ને રિવર્સ લેવડાવી રહ્યા હતા ત્યારે ટ્રક નં. GJ 12 AY 6604 વાળા ટ્રક ચાલક સરોજસિંગ મુસાફિરસિંગ યાદવ(રહે.જલારામ સોલ્ટ) વાળાએ બેફિકરાઇ થી ટ્રક રિવર્સ ના લઈને રિવર્સ લેવડાવતા ક્લીનર ને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું જેથી જયશંકર ઉર્ફે ગણેશ કાશીનાથ યાદવ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના સોખડા ગામ પાસે આવેલ બ્રાઉન્ડ પેપર મિલમાં રહેતો કૈલાશભાઈ ઉડાડીયા રાઠવા (ઉ.વ ૧૯ ) નામનો યુવાન પેપર મિલ માં આવેલ પાણીના ટાંકામાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.