મોરબી શહેરમાં સીટી બી ડિવિઝન પોલીસે જુદી જુદી બે જગ્યાએ દરોડા પાડીને જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે.
જેમાં મોરબીના વિશિપરા માં આવેલ લાયન્સ નગરના ખૂણા પાસે જાહેરમાં જુગાર રમતા મુળજીભાઈ પૂંજાભાઈ ચાવડા (ઉ.વ.૩૫ ધંધો: મજૂરી રહે.રણછોડનગર સ્મશાન સામે મોરબી), મનીષભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૨૩ ધંધો: નોકરી રહે.વિશિપરા વિજયનગર મેઈન રોડ), અશોકભાઇ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૩૪ ધંધો:મજૂરી રહે.રણછોડનગર શાંતિવન સોસાયટી) અને અશોકભાઈ ડાયાભાઇ ધંધુકિયા (ઉ.વ.૨૭ ધંધો મજૂરી રહે.વિજયનગર) વાળાને રૂ.૫૦૫૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં મોરબીના રણછોડનગર થી યમુના નગર જતા રોડ પર જાહેરમાં જુગાર રમતા રોહિત માવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૩ ધંધો ડ્રાઇવિંગ રહે.વિજયનગર શેરી નં.૧ મોરબી),અનિલભાઈ મનોજભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩ ધંધો મજૂરી રહે.રોહિદસપરા મહાકાળીમઢ વાળી શેરી) અને ખાનજીભાઈ પ્રેમજી ભાઈ ચાવડા (ઉ.વ.૩૪ ધંધો મજૂરી રહે.રોહિદસપરા આંબેડકર સ્કૂલ પાછળ મોરબી) વાળાને રોકડ રકમ રૂ.૨૮૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.