ગઈકાલે મોરબી જિલ્લામાં વરસાદ નું આગમન થયું હતું ત્યારે આજે મોટાભાગના વિસ્તારોમાં સૂરજ દાદા ધખી રહ્યા છે.
ત્યારે માળિયા (મી.) ના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે જેમાં માળિયા (મી.) ના વાંઢ વિસ્તાર, નાની બરાર, મોટી બરાર, પીપળીયા, ચાચા વદરડા નવાગામ, કાજરડા, સરવડ, તરઘરી, નાના ભેલા, મોટા ભેલા અને મહેન્દ્રગઢ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે.